આગ બાદ બાન્દ્રાની રેસ્ટોરેન્ટ બળીને રાખ
મિડ-ડે
બાન્દ્રામાં લુઈસ બેલે બિલ્ડીંગમાં આવેલી મિયાં કબાબ રેસ્ટોરન્ટમાં મોટી આગ ફાટી નીકળી હતી.
મિડ-ડે
અગ્નિશમન દળને સવારે ૧.૨૪ વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટે તરત જ તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
મિડ-ડે
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રેસ્ટોરન્ટમાં લાગેલી આગ ઘણી મોટી હતી. રેસ્ટોરન્ટમાં ધુમાડાના ગોટેગોટાં ઉડતા હતા.
મિડ-ડે
આ આગ સમગ્ર રેસ્ટોરન્ટમાં ફેલાઈ ગઈ હતી. તો તે જ સમયે કેટલાક અધિકારીઓએ ત્યાં એકઠી થયેલી ભીડને સ્થળથી વધુ દૂર જવાની સલાહ આપી રહ્યા હતા.
મિડ-ડે
હાલ મિયાં કબાબ રેસ્ટોરન્ટમાં આગના કારણની તપાસ ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, સંભવિત શોર્ટ સર્કિટ અથવા રસોડાના સાધનોમાં ક્ષતિને કારણે આગ ભભૂકી હશે.
મિડ-ડે
મિયાં કબાબ રેસ્ટોરન્ટ જે વિસ્તારમાં આવેલી છે તે જ વિસ્તારમાં અનેક ખાણી-પીણીની દુકાનો છે.
મિડ-ડે
જો આ આગ વધુ ફેલાયી હોત તો તે વિસ્તારમાં આવેલી અન્ય રેસ્ટોરન્ટ અને દુકાનોને પણ ભારે નુકસાન થવાની સંભાવના હતી.
મિડ-ડે
લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી