?>

૫૦૦૦ રન, ૫૦૦ વિકેટનો રેકૉર્ડ

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Feb 15, 2024

જેક્સ કાલિસ - દક્ષિણ આફ્રિકાના

જેક્સ કાલિસે રમતના તમામ ફોર્મેટમાં ૨૫,૫૩૪ રન બનાવ્યા છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે ૫૭૭ આંતરરાષ્ટ્રીય વિકેટ પણ નોંધાવી છે.

શાકિબ અલ હસન - બાંગ્લાદેશનો સ્ટાર

શાકિબ અલ હસન આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ૧૪,૪૦૬ રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. અત્યાર સુધીમાં તેના નામે ૬૯૦ વિકેટ પણ છે.

શાહિદ આફ્રિદી - પાકિસ્તાન

પાકિસ્તાન માટે ૧૧,૧૯૬ આંતરરાષ્ટ્રીય રન અને ૫૪૧ વિકેટ સાથે શાહિદ આફ્રિદી આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

ઈમરાન ખાન – પાકિસ્તાન

પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ઓલરાઉન્ડર ઈમરાન ખાન આ યાદીમાં ચોથા સ્થાને છે. તેના નામે ૭,૫૧૬ રન અને ૫૪૪ આંતરરાષ્ટ્રીય વિકેટ છે.

શોન પોલોક – દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી શોન પોલોકના નામે પણ ૭,૩૮૬ રન અને ૮૨૯ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. તે આ યાદીમાં પાંચમો ખેલાડી છે.

ઇયાન બોથમ - ઈંગ્લેન્ડના

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથના નામે ૭,૩૧૩ આંતરરાષ્ટ્રીય રન અને ૫૨૮ વિકેટ છે. ઈંગ્લિશ ક્રિકેટર આ સિદ્ધિ મેળવનાર આ યાદીમાં છઠ્ઠો ખેલાડી છે.

ડેનિયલ વેટોરી - ન્યૂઝીલેન્ડ

ડેનિયલ વેટોરી આ યાદીમાં સાતમા સ્થાને છે. ભૂતપૂર્વ કિવી ઓલરાઉન્ડરે ૬,૯૮૯ રન બનાવ્યા છે અને ૭૦૫ વિકેટ લીધી છે.

વસીમ અકરમ - પાકિસ્તાન

પાકિસ્તાનનો દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમ આઠમા સ્થાને છે. તેણે રમતના તમામ ફોંર્રટમાં ૬,૫૧૫ રન નોંધાવવા સાથે ૯૧૬ આંતરરાષ્ટ્રીય વિકેટ પણ છે.

તમને આ પણ ગમશે

ભારત માટે ટેસ્ટ રમનાર વૃદ્ધ પ્લેયર્સ

બધા જ ફોર્મેટમાં ટોચ પર છે આ ખેલાડીઓ

રવિન્દ્ર જાડેજા – ભારત

આ યાદીમાં નવમું સ્થાન ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે છે. અત્યાર સુધીમાં આ અનુભવી ખેલાડીના નામે ૫૫૩ વિકેટ સાથે ૬,૧૨૯ આંતરરાષ્ટ્રીય રન છે.

ચામિંડા વાસ – શ્રીલંકા

શ્રીલંકાના ચામિંડા વાસ આ સિદ્ધિ મેળવનારી દસમો ખેલાડી છે. તેના નામે ૫,૧૪૭ રન અને ૭૬૧ વિકેટ છે.

રાજ્યસભા ચૂંટણી માટે મહારાષ્ટ્ર તૈયાર

Follow Us on :-