બૉલિવૂડની બેસ્ટ સાયન્સ-ફિક્શન ફિલ્મ્સ
ફિલ્મનું પોસ્ટર
મિસ્ટર ઇન્ડિયા (૧૯૮૭)
અનિલ કપૂર અને શ્રીદેવી અભિનીત આ ફિલ્મમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીથી બનેલા ચશ્મા બતાવવામાં આવ્યા હતા, જેને પહેર્યા બાદ વ્યક્તિ ગાયબ થઈ જાય છે.
કોઈ મિલ ગયા (૨૦૦૩)
હૃતિક રોશન સ્ટારર આ ફિલ્મ એક એવા માણસની વાર્તા છે જે પૃથ્વી પરથી એલિયન્સને સિગ્નલ મોકલે છે અને એલિયન્સ પૃથ્વી પર આવે છે. તે હીરોને મદદ કરે અને શક્તિ આપે છે.
લવ સ્ટોરી 2050 (૨૦૦૮)
પ્રિયંકા ચોપડા અને હરમન બાવેજા અભિનિત આ ફિલ્મ ટાઇમ ટ્રાવેલ પર આધારિત છે.
રા-વન (૨૦૧૧)
શાહરુખ ખાન સ્ટારર ફિલ્મમાં પિતાએ પુત્ર માટે તૈયાર કરેલી ગેમનો ખલનાયક અને હીરો બન્ને ગેમની બહાર આવે છે ત્યારે શું થાય છે તેની વાર્તા છે.
પીકે (૨૦૧૪)
આમિર ખાન સ્ટારર ‘પીકે’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં છે. રાજકુમાર હિરાણી નિર્દેશિત ફિલ્મમાં એલિયનની વાર્તા ટ્વિસ્ટ અને કોમેડી સાથે બતાવવામાં આવી છે.
રીક્ષામાં ફરવાના દિવસો આવ્યા દિલજિતના