મુંબઈમાં મળ્યો ઝિકા વાયરસનો પહેલો કેસ
Midday
ચેમ્બુરમાં રહેતી 79 વર્ષીય વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થઈ છે. નેશનલ વાઈરલ ઈન્સ્ટિટ્યૂટ (NIV), પુણે દ્વારા ઝિકા વાયરસના કેસની પુષ્ટિ કરવામાં આવી હતી.
BMCએ જણાવ્યું કે દર્દી 79 વર્ષીય પુરુષ દર્દી છે અને તેને બહુવિધ કૉમોર્બિડિટીઝ છે.
દર્દી ડાયાબિટીઝ, હાયપરટેન્શન, ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ, થેલેસેમિયા માઇનોરથી પીડિત છે અને બે દાયકા પહેલા તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
આ રોગ ચેપગ્રસ્ત એડીસ મચ્છર દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને પણ ફેલાવે છે.
BMCએ કહ્યું છે કે, “ઝિકા વાઇરસ એક વાયરલ રોગ હોવા છતાં, તે COVID-1ની જેમ ઝડપથી ફેલાતો નથી.”
KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન