અસિત મોદી સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ
ફાઇલ તસવીર
સબ ટીવીના લોકપ્રિય શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના નિર્માતા અસિત મોદીની મુશ્કેલીઓ વધી છે.
શૉમાં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી અને અન્ય 2 લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
ત્યાર બાદ હવે મુંબઈ પોલીસે અસિત મોદી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મુંબઈની પવઈ પોલીસે નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે ગુનો નોંધ્યો છે.
આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ શૉના એક અભિનેતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
શરાબમાં કેમ મિક્સ ન કરવી આ વસ્તુ?