?>

ટેસ્ટમાં 500+ વિકેટ લેનારા પ્લેયર્સ

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Dec 18, 2023

મુથૈયા મુરલીધરન

આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન ટોચ પર છે. તેમણે ટેસ્ટ કારકિર્દીમાં ૮૦૦ વિકેટ લીધી છે.

એએફપી

શેન વોર્ન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન આ યાદીમાં બીજા સ્થાને છે. વોર્ને તેની જાદુઈ સ્પિન બોલિંગથી ૭૦૮ ટેસ્ટ વિકેટ લીધી છે.

ફાઇલ તસવીર

જેમ્સ એન્ડરસન

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ૬૯૦ વિકેટ લીધી છે અને તે આ યાદીમાં ત્રીજા નંબરે છે.

એએફપી

અનિલ કુંબલે

ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે આ યાદીમાં ચોથા સ્થાને છે. ટેસ્ટ કારકિર્દીમાં તેમણે ૬૧૯ વિકેટ લીધી છે.

એએફપી

સ્ટુઅર્ટ બ્રોડ

ઈંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ આ યાદીમાં પાંચમા સ્થાને છે. આ અનુભવી ફાસ્ટ બોલરના નામે ૬૦૪ ટેસ્ટ વિકેટ છે.

એએફપી

ગ્લેન મેકગ્રા

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ ૫૬૩ ટેસ્ટ વિકેટ લીધી છે અને તે યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

એએફપી

તમને આ પણ ગમશે

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

T20I: સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડીઓ

કર્ટની વોલ્શ

વેસ્ટ ઈન્ડિઝના મહાન કર્ટની વોલ્શના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૫૧૯ વિકેટ છે.

એએફપી

નૅથન લાયન

ઓસ્ટ્રેલિયાના મુખ્ય સ્પિનર નૅથન લાયને તાજેતરમાં જ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેણે ૫૦૧ વિકેટ લીધી છે.

એએફપી

કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?

Follow Us on :-