?>

આંખોને નુકસાનથી બચાવવા કરો આટલું

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 17, 2023

ડિજટલ યુગમાં સતત કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીન પર રહેવાને કારણે લોકોને આંખોને લગતી સમસ્યા વધુ થવા લાગી છે. ત્યારે આંખોનું ધ્યાન રાખવું ખુબ જ જરુરી છે.

આઇસ્ટૉક

સ્ક્રીન સામે સતત રહેવાથી બળતરા, શુષ્કતા, અસ્પષ્ટ દ્રષ્ટિ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે કામની સાથે સાથે આંખોનું ધ્યાન રાખવું જરુરી છે.

આઇસ્ટૉક

કમ્પ્યુટર સ્ક્રીન તમારી આંખોની સામે અથવા થોડી નીચે હોવી જોઈએ.

આઇસ્ટૉક

ડૉક્ટરની સલાહ લીધા બાદ સમયાંતરે આંખમાં ટીપાં નાખો.

આઇસ્ટૉક

દર ૨૦ મિનિટે, તમારી આંખો તમારી કમ્પ્યુટર સ્ક્રીન પરથી હટાવીને ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર કોઈ સ્થળ અથવા વસ્તુને જુઓ. આમ ૨૦-૨૦-૨૦નો ફોર્મ્યુલા અપનાવો.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

વજન ઘટાડવા આ રીતે ખાઓ કાકડી

આ પાંચ કામ કરવાથી ઘટશે બેલી ફેટ

નિયમિત સમયાંતરે આંખો પટપટાવતા રહો. સ્ક્રીન પર એકધારું ન જુઓ.

આઇસ્ટૉક

કમ્પયુટરની બ્રાઇટનેસ પર નિયંત્રણ રાખો. રાત્રે બ્રાઈટનેસ ઓછી અને દિવસે સ્ક્રીનને તમારાથી ૨૦-૩૦ ઈંચના અંતરે રાખો.

આઇસ્ટૉક

મલાઇકા અરોરા ‘બ્યૂટિ ઇન બ્લેક’

Follow Us on :-