નીલમ પંચાલ વર્કઆઉટમાં છે વ્યસ્ત
ઇન્સ્ટાગ્રામ
ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલ અત્યારે વેઇટ લોસ જરની પર ફોકસ કરી રહ્યાં છે. ત્યારે તે અવારનવાર સોશ્યલ મીડિયા પર વર્કઆઉટ રુટિન શૅર કરે છે.
ઇન્સ્ટાગ્રામ
નીલમ તેમના ફિટનેસ ગુરુ સચિન ધમને પાસે ટ્રેનિંગ લઈ રહ્યાં છે. તેઓ અનેકવાર ટ્રેનર સાથેના વર્કઆઉટના લાઈવ વીડિયો પણ પોસ્ટ કરે છે.
ઇન્સ્ટાગ્રામ
નીલમ પંચાલ કહે છે કે, ‘ટ્રાન્સર્ફોમેશન માટે મને સચિન પર આંધળો વિશ્વાસ છે.’
ઇન્સ્ટાગ્રામ
આ પહેલાં પણ વર્ષ ૨૦૧૫માં સચિને નીલમને ટ્રેઇન કર્યા હયા. ત્યારે તેમણે ૩૬ કિલો વજન ઉતાર્યું હતું અને ૯૦ કિલોમાંથી ૫૪ કિલો વજને પહોંચ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ
નીલમ પંચાલ કહે છે કે, ‘આ વખતે ફરી હું મારા ફીટનેસ ગુરુ સાથે મળીને કમાલ કરીશ. બહુ જલ્દી તમને મારું એક નવું અને સારું ટ્રાન્સર્ફોમેશન જોવા મળશે.’
ઇન્સ્ટાગ્રામ
સોશ્યલ મીડિયા પર વર્કઆઉટ વીડિયો શૅર કરવાના હેતુ વિશે નીલમ કહે છે કે, ‘મને કસરત કરતા જોઈ બધાને પ્રેરણા મળે અને સારા સ્વાસ્થ્ય માટે તેઓ એક પગલું ભરે.’
ઇન્સ્ટાગ્રામ
નીલમના વર્કઆઉટ વીડિયો જોઈને તમે પણ ચોક્કસ ઈન્સ્પાયર થશો. ગઈકાલે જીમમાં ટ્રેનર સની મંત્રીના ગાઇડન્સમાં સાત વર્ષ પછી નીલમે વેઈટ ટ્રેનિંગ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
નીલમ પંચાલના રેગ્યુલર વર્કઆઉટની અસર તેમના આ વીડિયોમાં જોઈ શકાય છે. તેઓ એકદમ ફિટ, ફાઇન અને વધુ બ્યૂટિફૂલ લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
બ્લૂ ટિક ઓર્ગેનિક કે ખરીદેલા? જાણી શકાશે