CM ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી
PR
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી.
આ ઉજવણી દરમિયાન અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વિદ્યાર્થીઓએ બનાવેલી G20 અને ચંદ્રયાન-૩ની ૩૨૫ ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આશરે ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ ૮ દિવસના સમયમાં જ આશરે ૧૦૦ મીટર કાપડના ઉપયોગથી આ રાખડી બનાવી હતી.
રાખડીમાં ભારત અને ગુજરાતની અસ્મિતા, ભારતની G20ની અધ્યક્ષતા, ચંદ્રયાન-૩ની સફળતા જેવા વિવિધ વિકાસ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
MVA ફરી એક મંચ પર