વાસ્તુશાસ્ત્રમાં ગુલાબના ચમત્કારો જાણો
Istock
વાસ્તુશાસ્ત્ર એક પૌરાણિક શાસ્ત્ર છે જેમાં વસ્તુઓ ક્યાં મુકવી, કઇ દિશામાં મુકવી તેના આધારે પણ સમસ્યાઓનું સમાધાન મળે છે. દરેક વસ્તુ તેની ઉર્જા પ્રમાણે કામ કરે છે
Istock
ગુલાબનો છોડ પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો ફાયદો થાય. વાસ્તુ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ દિશામાં લાલ કે ગુલાબી ગુલાબના ફૂલ હોય તો શુભ ફળ મળે.
Istock
ઘરની બિલકુલ સામે ગુલાબનો છોડ ન હોવો જોઇએ કારણકે તે ઘરના લોકોમાં ગુંચવણ, ઝગડા અને મતભેદ ખડા કરે છે. આનું કારણ છે ગુલાબના છોડમાં રહેલા કાંટા.
Istock
દર શુક્રવારે લક્ષ્મી માતાને લાલ ગુલાબ ધરવાથી ઘરમાં સારી ઉર્જા આવે છે અને લક્ષ્મીની કૃપા રહે છે. ગુલાબ લક્ષ્મીને પ્રિય ફૂલ ગણાય છે.
કપલ વચ્ચે પ્રેમ રહે અને વધે તે માટે બેડરૂમમાં કાચના વાસણમાં પાણી પર ગુલાબની પાંખડીઓ રાખવાથી પણ ફાયદો થાય છે. પાણી અને પાંખડીઓ રોજ બદલવી જરૂરી છે.
ગુલાબના ફૂલ પર કપૂર મુકી પ્રગટાવી દેવું તેનાથી ઘરની ઉર્જા સુધરે છે અને આર્થિક વૃદ્ધી થાય છે. ગુલાબના છોડનું જતન કરવું અને નકામા પાંદડા કે કરમાયેલા ફૂલ દૂર કરવા.
અંજીર આ રીતે ઓછું કરશે હાઈ બ્લડ પ્રેશર