મહારાષ્ટ્રના આ નેતાઓએ ખાવી પડી જેલની હવા
PTI
સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉત
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની જુલાઈ ૨૦૨૨માં ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
PTI
ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન છગન ભુજબળ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન છગન ભુજબળે લગભગ ૨ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં તેમની ધરપકડ થઈ હતી.
PTI
ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની નવેમ્બર ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પણ મની લોન્ડરિંગના કેસમાં ૧૩ મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો.
PTI
નવાબ મલિક
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની ફેબ્રુઆરી ૨૦૨૨માં ધરપકડ કરાઈ હતી. દાઉદ ઈબ્રાહીમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ થઈ હતી.
PTI
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે
કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેની પણ તેમની ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ’ મારવાની ટિપ્પણીને લઈને ધરપકડ કરવામાં આવી હતી.
PTI
ઉનાળામાં આ 5 ફળો ખાવાના છે અઢળક ફાયદા