ભાજપે મુંબઈમાં શરૂ કરી સહી ઝૂંબેશ
આ અભિયાન હેઠળ મુંબઈભરની કૉલેજોના વિદ્યાર્થીઓને મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી પહેલો વિશે શિક્ષિત કરવામાં આવશે.
આ અભિયાન વિદ્યાર્થીઓને વધુ સુધારણા માટે સૂચનો આપવા માટે પ્રોત્સાહિત કરશે, તેમ મુંબઈ ભાજપના પ્રમુખ ધારાસભ્ય આશિષ શેલારે જણાવ્યું હતું.
ધારાસભ્ય આશિષ શેલારે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને સામાન્ય રીતે યુવાનોના કલ્યાણ અને પ્રગતિ માટે સમર્પિત છે.
શેલાર જણાવ્યું હતું કે, ‘ઉજ્જવળ ભવિષ્ય માટે એક હસ્તાક્ષર’ અભિયાન વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સર્વાંગી વિકાસને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આશિષ શેલારે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓ પાસેથી સહકાર માગીએ છીએ અને તેમના સૂચનો પણ લઈ રહ્યા છીએ.
અંગ્રેજી ન બોલનાર અનુપમા છે આટલું ભણેલી