ઇનફ્લુએન્સર બની અભિનેત્રી શીતલ પંડ્યા
Sheetal Pandya
અભિનેત્રી શીતલ પંડ્યા સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર બનવાની સફર શરૂ કરી છે
અભિનેત્રીએ તાજેતરમાં ઘણી રમૂજી રીલ્સ બનાવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે
અભિનેત્રી કહે છે કે, “આજના સમયમાં સોશિયલ મીડિયા, વાસ્તવિક જીવન જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. કારણ કે માહિતી પહોંચાડવાનું આ સુથી મહત્ત્વનું મધ્યમ છે.”
તેમણે કહ્યું કે, “અભિનેત્રી તરીકે મારા માટે તો આ વરદાન સમાન છે, કારણ કે લોકો આ માધ્યમથી મારી સાથે જોડાય છે.”
શીતલ પંડ્યા કહે છે કે, “જ્યારે પણ લોકો મારી ફિલ્મ કે ટીવી સિરિયલ જુએ છે, ત્યારે તેમની સ્ક્રીનનો ફોટો જરૂર શેર કરે છે અને પ્રતિભાવ આપે છે.”
તેઓ કહે છે કે, “લોકોને જ્યારે મારુ કામ ગમે છે ત્યારે ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા તેમનો પ્રેમ વ્યક્ત કરે છે.”
અભિનેત્રીએ કહ્યું કે “મને આમ તો નવા ટ્રેન્ડ સેટ કરવા ગમે છે, પણ ટ્રેન્ડ ફોલો કરવા પણ એટલા જ ગમે છે.”
અભિનેત્રી ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ – ૨’માં જોવા મળી હતી
ફેન્સ તેમના નવા પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે
બધા જ ફોર્મેટમાં ટોચ પર છે આ ખેલાડીઓ