મુંબઈની આ સ્ટ્રીટફૂડ આઇટમ છે વર્લ્ડફેમસ
Istock
મુંબઈમાં સ્ટ્રીટફૂડની શરૂઆત થાય છે વડાપાઉંથી, માયાનગરીમાં વસતા લોકોનું આ સૌથી ફેવરેટ સ્ટ્રીટફૂડ છે.
પાઉંભાજી ભારતમાં અને ખાસ કરીને મુંબઈ શહેરના સૌથી લોકપ્રિય સ્ટ્રીટફૂડમાંની એક વાનગી છે.
બ્રન્ચ અને લંચમાં મુંબઈનું ફેવરેટ છે મિસળ પાઉં. તીખી તમતમતી આ વાનગી મહારાષ્ટ્રની ખાણીપીણીનું પ્રતીક છે.
સપનાઓનું આ શહેર તેના દરિયાકિનારા માટે પણ જાણીતું છે અને દરિયાકિનારા નજીક મળતી ભેળપૂરી વગર મુંબઈનું સ્ટ્રીટફૂડ અધૂરું છે.
સેવપૂરી પણ મુંબઈગરાની પ્રિય આઇટમ છે. સમગ્ર મુંબઈમાં ખૂણે-ખૂણે સેવપૂરીના સ્ટૉલ જોવા મળે છે.
પાણીપૂરી પણ શહેરમાં રહેતા લોકોને ખૂબ ભાવે છે. અવનવી ફ્લેવર્સ સાથે મળતી પાણીપૂરી સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે.
કચ્છની દાબેલી પણ મુંબઈના સ્ટ્રીટફૂડની અવિભાજ્ય વાનગી છે, તેમાં પણ ચીઝ અને શેઝવાન જેવી વેરાયટી મુંબઈમાં મળે છે.
47 વર્ષીય બૉલિવૂડ એક્ટ્રેસે કર્યાં લગ્ન