વજન ઘટાડવા માટે કરો આ પાંચ પીણાંનું સેવન
આઇસ્ટૉક
મિન્ટ ગ્રીન ટી - એક કપમાં ગરમ પાણીમાં ગ્રીન-ટી બેગ ડીપ કરો. એક મિનિટ પછી ટી-બેગ કાઢી લો અને તેમાં ફૂદીનાના પાન, લીંબુનો રસ અને મધ ઉમેરીને પીવો.
આઇસ્ટૉક
અજમાનું પાણી - એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને ઉકાળો અને ગાળીને પીવો. સ્વાદ માટે તેમાં લીંબુનો રસ અને તજ પણ ઉમેરી શકાય.
ઇન્સ્ટાગ્રામ
તકમરિયાં અને લીંબુનું પાણી – તકમરિયાંના બીજને બે કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ એક ગ્લાસમાં પાણી, બીજ, લીંબુનો રસ અને અડધી ચમચી મધ ભેળવીને સેવન કરવું.
આઇસ્ટૉક
લીંબુ અને આદુંનું પાણી – આદુંનું નાના ટુકડા કરી પાણી સાથે બ્લેન્ડરમાં નાખીને પીસી લો. ગ્લાસમાં તે પાણી, લીંબુનો રસ અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી પીવો.
આઇસ્ટૉક
જીરા તજનું પાણી – એક ગ્લાસ પાણીમાં જીરું અને તજની બે સ્ટિક્સ નાખીને ગરમ કરો. પાણીમાં મસાલા ભળી જાય પછી તેને ઠંડુ કરીને ગાળી લો. પાણીમાં લીંબુનો રસ નાખીને પીવો.
આઇસ્ટૉક
ઉનાળામાં આ પાંચ વસ્તુઓ ખાવાનું ટાળજો