એન્ટરટેઇનિંગ સ્પોર્ટ્સ લીગ તરીકે ઓળખાનારી આ સ્પર્ધાની પ્રત્યેક મૅચ ૯૦ મિનિટની હશે.
ગઈ કાલે મુંબઈમાં મોહમ્મદ કૈફ અને રૉબિન ઉથપ્પાની હાજરીમાં આ ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી હતી
જૂનમાં ભારતમાં રમાશે ‘ધ ઇન્ડિયન માસ્ટર્સ ટી૧૦’
આગામી ૧૪થી ૨૮ જૂન સુધી ભારતમાં ૧૦-૧૦ ઓવરની સૌપ્રથમ ધ ઇન્ડિયન માસ્ટર્સ ટી૧૦ ટુર્નામેન્ટ રમાશે અને ૬માંથી પ્રત્યેક ટીમના ફ્રૅન્ચાઇઝીની સહ-માલિકી કંપની ઉપરાંત એક બૉલીવુડ-સેલિબ્રટીના નામે પણ હશે. ગઈ કાલે મુંબઈમાં મોહમ્મદ કૈફ અને રૉબિન ઉથપ્પાની હાજરીમાં આ ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી હતી. રૈના, કૈફ, ઉથપ્પા, હરભજન, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ તેમ જ પોલાર્ડ, બ્રાવો, કૅલિસ, ગેઇલ, મૉર્ગન, બ્રેટ લી વગેરે મળીને કુલ ૯૦ જાણીતા તેમ જ આઇકન ક્રિકેટર્સ ભાગ લેશે. એન્ટરટેઇનિંગ સ્પોર્ટ્સ લીગ તરીકે ઓળખાનારી આ સ્પર્ધાની પ્રત્યેક મૅચ ૯૦ મિનિટની હશે.
ADVERTISEMENT
સ્મૃતિભ્રંશની બીમારીથી પીડાતા કેદારના પપ્પા લાપતા
પુણેમાં ગઈ કાલે ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ ગુમ થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રાથમિક અહેવાલમાં જણાવાયું હતું કે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ તેઓ કોથરુડ વિસ્તારમાં સિક્યૉરિટી ગાર્ડને ગેરમાર્ગે દોરીને ક્યાંક જતા રહ્યા હતા અને તેમનો ફોન પછીથી સ્વિચ્ડ-ઑફ હતો. તેઓ ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ)ની બીમારીથી પીડાઈ રહ્યા છે. કેદારના પરિવારે અલંકાર પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

