આ ફોટો ૨૭ જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો.
Offbeat News
નાસાના ક્યુરોસિટી રોવર
નાસાના ક્યુરોસિટી રોવરે મંગળ ગ્રહના આકાશમાં વાદળોની વચ્ચે સૂર્યનાં કિરણો પસાર થતાં હોય ત્યારે એક પીંછા જેવી સુંદર આકૃતિ બની હોય એનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો ૨૭ જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. મંગળનાં વાદળોમાંથી પસાર થતાં સૂર્યકિરણો અદ્ભુત દૃશ્યો સર્જે છે. આ ફોટોને કારણે વૈજ્ઞાનિકો વાદળો કઈ રીતે વિકસિત થાય છે એ જાણી શકે છે.
ADVERTISEMENT
આ દૃશ્ય મંગળ ગ્રહમાં સૂર્યાસ્ત વખતે દેખાય છે. મંગળના ગ્રહનો આ સૌથી સ્પષ્ટ ફોટો ગણાવાય છે. મંગળનાં વાદળો જમીનથી ૩૭ માઇલ કરતાં વધુ ઊંચાઈ પર નથી હોતાં, પરંતુ આ વાદળો વધુ ઊંચાઈઓ પર છે. આ વાદળો કાર્બન ડાયોક્સાઇડ બરફ અથવા તો સૂકા બરફનાં છે. આ ડેટા વૈજ્ઞાનિકોને મંગળના હવામાન વિશે વધુ માહિતી આપશે જેના લીધે મંગળ ગ્રહ પર ક્યારે અને કયાં વાદળો બંધાય છે જેના કારણે મંગળના વાતાવરણની રચના, તાપમાન અને પવનો વિશે વધુ જાણી શકાશે.