આ ટેલિસ્કોપ બ્રહ્માંડના નવા ક્ષેત્રથી માહિતગાર કરી રહ્યો છે.
Offbeat News
જેમ્સ વેબ ટેલિસ્કોપે લીધા બ્રહ્માંડના પૅન્ડોરા ક્લસ્ટરના અદ્ભુત ફોટો
અવકાશની ક્યારેય જોવા ન મળી હોય એવી તસવીર બહાર આવી છે, જેમાં બ્રહ્માંડમાં ત્રણ આકાશગંગા એકબીજામાં સમાઈ રહી હોય એવું દૃશ્ય દેખાય છે. આ તસવીર નાસાના નવા સુપરસ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ દ્વારા લેવામાં આવી છે, જેને પૅન્ડોરા ક્લસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એમાં અનેક તારાવિશ્વ મેગા ક્લસ્ટર બનાવવા માટે એકસાથે આવી રહ્યા છે. પૅન્ડોરાને લઈને મનુષ્ય ઘણા લાંબા સમયથી વિચાર કરતો હતો. હવે આ ટેલિસ્કોપ બ્રહ્માંડના નવા ક્ષેત્રથી માહિતગાર કરી રહ્યો છે. પૅન્ડોરા ક્લસ્ટરના ફોટો પહેલી વખત ટેલિસ્કોપે આપ્યા ત્યારે એમાં ઘણા દૂરના તારાવિશ્વની માહિતી હતી. ખગોળશાસ્ત્રીઓના મતે આ માહિતી બ્રહ્માંડ વિજ્ઞાન અને આકાશગંગા ઉત્ક્રાન્તિના અભ્યાસમાં નવી સીમા ખોલવાની ક્ષમતા ધરાવે છે. પૅન્ડોરા ક્લસ્ટર ૩૫ કરોડ વર્ષ દરમ્યાન ગૅલૅક્સીઓની અથડામણને કારણે અસ્તિત્વમાં આવ્યાં છે.