યમુના નદીના નીરથી લોકોની હાલત કફોડી
પલ્લવ પાલીવાલ
નવી દિલ્હી ભારતમાં ચોમાસાના વરસાદને કારણે ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
પલ્લવ પાલીવાલ
યમુના નદીમાં પણ જળસ્તર ઊંચ સપાટીએ છે. યમુનાના વધતા જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.યમુના નદીએ દિલ્હીમાં જોખમનું નિશાન વટાવી દીધું છે.
પલ્લવ પાલીવાલ
પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પલ્લવ પાલીવાલ
સરકારે પૂર જેવી પરિસ્થિતિ અંગે ચેતવણી જારી કરી હતી અને નદીના પટ પર રહેતા અથવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરો ખાલી કરવા કહ્યું છે.
પલ્લવ પાલીવાલ
બુધવારે બપોરે 2 વાગ્યે નદીની જળ સપાટી 207.55 મીટરે પહોંચી હતી. અગાઉ 1978માં નદીનું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું.
પલ્લવ પાલીવાલ
સ્નેક્સમાં ખાશો આ તો જલ્દી ઘટી જશે ચરબી