મહિલાઓનું અનોખું સશક્તિકરણ અભિયાન
સમીર ભાનુશાલી
શેઠિયાનગર ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાનના નેજા હેઠળ શિયાળું સ્પેશિયલ પ્રીમિયમ ક્વૉલિટીના અડદિયા બનાવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
સમીર ભાનુશાલી
શેઠિયાનગરની મહિલાઓના સશક્તિકરણ માટે આ ખાસ અડદિયા બનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સમીર ભાનુશાલી
શેઠિયાનગર મિત્ર મંડળ દ્વારા શેઠિયાનગરવાસીઓ માટે પ્રીમિયન ક્વૉલિટીના ખાસ શિયાળું સ્પેશિયલ અડદિયા બનાવવામાં આવ્યા.
સમીર ભાનુશાલી
શરૂઆતમાં 100 કિલોનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું પણ બનાવટ કરતાં આ પ્રોડક્શન અને વિતરણ 150 કિલો થઈ ગયું હતું.
સમીર ભાનુશાલી
આ પ્રોજેક્ટને સફળતા મળ્યા બાદ હવે આ ટીમે નક્કી કર્યું છે કે ફરસાણ પાપડી મોહનથાળ ખાખરા આવી વાનગીઓ બનાવીને રોજગાર ઊભું કરીને મહિલા ફંડ ઊભું કરવાનો આશય છે.
સમીર ભાનુશાલી
મહિલા ફંડ ઊભું કરીને શેઠિયા નગર સોસાયટીની મહિલાઓના વિકાસ માટે વાપરવા માટેનો મૂળ હેતુ છે.
સમીર ભાનુશાલી
અડદિયા રેડી થયા બાદ તેનો બૉક્સ પેકેજિંગ કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.
સમીર ભાનુશાલી
આ અડદિયાની કિંમત 600 રૂપિયે કિલો અને 300 રૂપિયે અડધો કિલો રાખવામાં આવી હતી.
સમીર ભાનુશાલી
શેઠિયા નગર મિત્ર મંડળ સાથે જોડાયેલા પુરુષોએ મહિલા સશક્તિકરણના નેજા હેઠળ આ અભિયાનની શરૂઆત કરી.
સમીર ભાનુશાલી
આ અભિયાન શરૂ કરવા માટેની પહેલ શેઠિયાનગરના રહેવાસી અને સમાજની ઉન્નતિમાં રસ ધરાવતા એવા માવજીભાઈ દ્વારા કરવામાં આવી.
સમીર ભાનુશાલી
શેઠિયા નગર ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ ભાનુશાલી સમાજ અને શેઠિયાનગરવાસીઓની ઉન્નતિ માટે સતત અનેક પગલાં લેવા માટે સમર્થન આપતા હોય છે.
સમીર ભાનુશાલી
શેઠિયા નગરના પ્રમુખ જીતુભાઈ અને ઉપપ્રમુખ હરેશ ભાનુશાલી નગરવાસીઓ માટે હંમેશાં ખડેપગે હાજર રહે છે.
સમીર ભાનુશાલી
તસવીરોમાં તમે જોઈ શકો છો કે અડદિયા બનાવવાની શરૂઆતથી લઈને અંત સુધી નગર પ્રમુખ અને ઉપપ્રમુખ દરેક સમયે આ અભિયાનમાં જોડાયેલા હોય છે.
સમીર ભાનુશાલી
ભાજપ પર ભડક્યા સપાના અખિલેશ યાદવ