આ કારણોસર આવે છે નાની ઉંમરમાં હાર્ટ અટેક
ઇન્સ્ટાગ્રામ
ધૂમ્રપાન –ધૂમ્રપાનની આદત વ્યક્તિમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું કારણ બને છે. તેમજ શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તેને કારણે હૃદયની બીમારીઓનું જોખમ વધે છે.
આઇસ્ટૉક
દારુનું સેવન – દારુ પીવાથી બ્લડપ્રેશર વધે છે જેની અસર રક્તવાહિનીઓ પર પડે છે અને તેથી હૃદય પંપ થવા લાગે છે. તેનાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.
આઇસ્ટૉક
જંક ફૂડનું સેવન – જંક ફૂડ આજના યુવાનોના જીવનનો મુખ્ય ભાગ છે. તળેલી, મસાલેદાર વસ્તુઓના વધુ સેવનથી શરીરમાં કૅલેરીની માત્રા વધે છે. જેની સીધી અસર હૃદય પર થાય છે.
આઇસ્ટૉક
ઓવરટાઇમ કામ કરવું – ૩૦થી ૪૫ની ઉંમરના લોકોની જીવનશૈલી ખુબ વ્યસ્ત છે. કામનો ભાર, ખાવા-પીવાનું સમયસર નહીં, ગેજેટ્સનો વપરાશ વગેરેની સીધી અસર બ્લડપ્રેશર પર પડે છે.
આઇસ્ટૉક
તણાવમાં રહેવું – તણાવ તમારા હૃદય અને દિમાગ પર ભારે અસર કરે છે. જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગતા હોવ તો તણાવથી દૂર રહો.
આઇસ્ટૉક
ટેરો રિડીંગમાં આ કાર્ડ છે સૌથી પાવરફૂલ