રિલાયન્સે કર્યુ આલિયાની બ્રાન્ડમાં રોકાણ
PR
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતિ કપડાં વેચતી બ્રાન્ડ, એડ-એ-મમ્મામાં 51 ટકા ભાગીદારી લઈ સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા છે.
આરઆરવીએલનો ઉદ્દેશ્ય સ્થાપક આલિયા ભટ્ટ સાથે નજીકથી સહયોગ કરીને રિલાયન્સની તાકાતનો લાભ લઈને બિઝનેસને આગળ વધારવાનો છે.
આ ભાગીદારી યુવા પેઢી માટે ફેશનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
વર્ષ 2020માં આલિયા ભટ્ટ દ્વારા 2-12 વર્ષની વયના બાળકો માટે એડ-એ-મમ્માની શરૂઆત કરવામાં આવી હતી.
તેની ઑનલાઈન શરૂઆતથી લઈને ડિપાર્ટમેન્ટલ સ્ટૉર્સ સુધી, એડ-એ-મમ્માએ ગ્રાહકોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
હ્રિતિક-રાકેશ રોશને સાથે કરી આ ફિલ્મો