પૂનમ પાંડે જીવે છે, વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ
પૂનમ પાંડે પોતે જીવે છે અને આ પહેલા તેણે જે પોસ્ટ કરી એ સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટેની હતી એમ કહેતો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
ઈન્સ્ટાગ્રામ
એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શરૂ થયેલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર એક મિસ્ટ્રી બની ગયા હતા. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર 2 ફેબ્રુઆરીના રોજ સવારે આવ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ
પૂનમ પાંડેની મેનેજમેન્ટ ટીમે આ વાતની જાહેરાત કરી હતી એક્ટ્રેસનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આનું કારણ સર્વાઈકલ કેન્સર કહેવામાં આવ્યું હતું.
મિડ-ડે
જો કે ત્યાર બાદ એક્ટ્રેસના અંતિમ સંસ્કારના કોઈ સમાચાર આવ્યા નથી. ન તો ઘરવાળાનું કોઈ ઠેકાણું હતું.
મિડ-ડે
હવે એક્ટ્રેસે એક વીડિયો શૅર કરીને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તે જીવે છે અને તેની મૃૃત્યુના સમાચાર સર્વાઇકલ કેન્સર વિશે જાગૃકતા ફેલાવવા માટે મૂક્યા હતા.
મિડ-ડે
પૂનમ પાંડેએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે.
મિડ-ડે
અભિનેત્રીએ કહ્યું, `હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, આ સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી.
મિડ-ડે
અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને હરાવવા શક્ય છે. તમારે ફક્ત તમારા પરીક્ષણો કરાવવા પડશે અને HPV રસી મેળવવી પડશે. -પૂનમ પાંડે
મિડ-ડે
પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
મિડ-ડે
પૂનમ પાંડેએ સોશ્યિલ મીડિયા પર પોતાના મોતને ફેક કરવા બદલ માફી પણ માંગી છે. પૂનમ પાંડે કહી રહી છે કે તેણે આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું.
મિડ-ડે
ફ્રાન્સમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન