ઉત્તર કોરિયાએ ફરી છોડી ક્રુઝ મિસાઈલ
Midday
ઉત્તર કોરિયાએ મંગળવારે તેના પશ્ચિમ કિનારે સમુદ્રમાં ઘણી અજાણી ક્રુઝ મિસાઇલો છોડી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે
એક અઠવાડિયાથી ઓછા સમયમાં પ્યોંગયાંગે ત્રીજી વખત ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે
જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા દ્વારા સવારે લગભગ 7 વાગે મિસાઈલો છોડવામાં આવી હતી
આ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયા અને અમેરિકન ગુપ્તચર અધિકારીઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે
ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા KCNAએ ગયા અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે દેશે નવી વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે
ઘરમાં છોડ ઉગાડવા અપનાવો આ રીત