જો બાઇડન મળ્યા બેન્જામિન નેતન્યાહુને
Midday
બાઇડને એમ પણ કહ્યું હતું કે તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાત દરમિયાન `અઘરા પ્રશ્નો` પૂછ્યા હતા
તેમણે નેતન્યાહુને કહ્યું કે, “ગઈકાલે ગાઝાની હૉસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી હું ખૂબ જ દુઃખી અને ગુસ્સે થયો છું.”
તેમણે ઉમેર્યું હતું કે, “ગાઝાની મધ્યમાં અલ-અહલી બેપ્ટિસ્ટ હૉસ્પિટલમાં વિસ્ફોટનું કારણ શું હતું તેની ખાતરી ન હતી.”
બાદમાં X પરની એક પોસ્ટમાં, બાઇડને કહ્યું હતું કે, “ઈઝરાયેલી લોકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બહાદુરીનું સન્માન કરવા ઈઝરાયેલમાં હોવાનો તેમને ગર્વ છે.”
બાઇડને કહ્યું કે તેમણે વડા પ્રધાન નેતન્યાહુ સાથે જમીન પરની પરિસ્થિતિ, સુરક્ષા સહાય અને માનવતાવાદી જરૂરિયાતો અંગે વાત કરી હતી.