૧૦૦ ટેસ્ટ રમ્યા, પણ કપ્તાન ન બન્યા
ફાઇલ તસવીર
રવિચંદ્રન અશ્ચિન
ટીમના પ્રીમિયર સ્પિનર હોવા છતાં આર અશ્ચિને ક્યારેય ટેસ્ટ મેચમાં ભારતની કપ્તાની નતી કરી. તેણે ૧૦૦ ટેસ્ટમાં ૫૧૧ વિકેટ લીધી છે.
ફાઇલ તસવીર
હરભજન સિંહ
ભૂતપૂર્વ સ્પિનરે ૧૦૩ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ૪૧૭ રન બનાવ્યા હતા. તેને ક્યારેય ભારતીય ટીમનું નેતૃત્વ નથી કર્યું.
ફાઇલ તસવીર
વીવીએસ લક્ષ્મણ
વાંગીપુરપ્પુ વેંકટ સાઈ લક્ષ્મણે ટેસ્ટમાં ભારત માટે ૧૩૪ મેચ રમી હતી અને ૭૮૮૧ રન બનાવ્યા હતા. જોકે, તેને ક્યારેય ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી ન હતી.
ફાઇલ તસવીર
ઈશાંત શર્મા
ભારતના ઝડપી બોલરે ૧૦૫ મેચમાં ૩૧૧ વિકેટ લીધી છે. આટલી બધી મેચો માટે ટીમનો હિસ્સો હોવા છતાં ક્યારેય કૅપ્ટનશિપ કરવાનો મોકો નથી મળ્યો.
ફાઇલ તસવીર
ચેતેશ્વર પૂજારા
ભારતના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટે ૧૦૩ ટેસ્ટ મેચમાં ૭,૧૯૫ રન બનાવ્યા છે. પરંતુ તેને ક્યારેય ભારતની કેપ્ટનશિપનું સન્માન મળ્યું નથી.
ફાઇલ તસવીર
જુઓ દિલ્હીનું વર્લ્ડ ક્લાસ ટર્મિનલ-૧