ભારત માટે ટેસ્ટ રમનાર વૃદ્ધ પ્લેયર્સ
ફાઇલ તસવીર
વિનુ માંકડ
૪૪ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિનુ માંકડે ૫ સદી, ૬ અડધી સદી સહિત ૨૧૦૯ રન બનાવ્યા હતા. છેલ્લી મેચ ૪૧ વર્ષ અને ૩૦૫ દિવસની ઉંમરે રમી હતી.
સીકે નાયડુ
કોટારી કનકૈયા નાયડુ બીજા સૌથી વૃદ્ધ ખેલાડી છે. તેણે ૭ ટેસ્ટમાં ૨ અડધી સદી સાથે ૩૫૦ રન બનાવ્યા હતા. છેલ્લી મેચ ૪૦ વર્ષ અને ૨૮૯ દિવસની ઉંમરે રમી હતી.
સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર ત્રીજા સૌથી વૃદ્ધ ખેલાડી છે. તેણે ૨૦૦ ટેસ્ટમાં ૫૧ સદી, ૬૮ અડધી સદી સહિત ૧૫૯૨૧ રન બનાવ્યા હતા. છેલ્લી મેચ ૪૦ વર્ષ અને ૨૦૪ દિવસની ઉંમરે રમી હતી.
રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડ ચોથો સૌથી વૃદ્ધ ખેલાડી છે. તેણે ૧૬૪ ટેસ્ટમાં ૩૬ સદી, ૬૩ અડધી સદી સહિત ૧૩૨૮૮ રન બનાવ્યા હતા. છેલ્લી મેચ ૩૯ વર્ષ અને ૧૩ દિવસની ઉંમરે રમી હતી.
એરાપલ્લી પ્રસન્ના
અનુભવી સ્પિનર એરાપલ્લી પ્રસન્ના પાંચમા સૌથી વૃદ્ધ ક્રિકેટર છે. તેમણે ૪૯ મેચમાં ૧૮૯ વિકેટ લીધી હતી. છેલ્લી મેચ ૩૮ વર્ષ અને ૧૬૩ દિવસની ઉંમરે રમી હતી.
મોદીની એન્ડ્રી રાજોએલીના સાથે બેઠક