હોંગકોંગમાં પૂરે મચાવી તબાહી
AFP
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં હોંગકોંગ અને નજીકના ગુઆંગડોંગ પ્રાંતમાં પાણી ભરાઈ ગયેલી ગલીઓ, વાહનો પાણીમાંથી પસાર થતા જોવા મળે છે.
હોંગકોંગમાં પૂરથી ભરાયેલા ભૂગર્ભ સબવે સ્ટેશનની સીડીઓ અને એસ્કેલેટર નીચે પાણી ધસી આવ્યા હતા અને કાદવવાળા પાણીમાં કાર ફસાઈ ગઈ હતી.
ભારે વરસાદને કારણે હોંગકોંગ અને મુખ્ય ભૂમિ શહેર શેનઝેનમાં શાળાઓ અને હોંગકોંગમાં બિન-આવશ્યક કામદારોને રજા આપવામાં આવી હતી.
હોંગકોંગમાં મોટાભાગની બસ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી.
હોંગકોંગ ઑબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે તેણે ગુરુવારે રાત્રે 11 વાગ્યાથી મધ્યરાત્રિ વચ્ચે એક કલાકમાં 158.1 મિલીમીટર (6.2 ઇંચ) વરસાદ નોંધ્યો હતો.
થાણેમાં ભારે વરસાદથી દીવાલ પડી