?>

ગદર 2ના ટિઝરમાં છવાઈ આ ગુજરાતી અભિનેત્રી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 25, 2023

બૉલિવૂડની સુપરહિટ ફિલ્મ `ગદર`નો બીજો ભાગ આવી રહ્યો છે. `ગદર 2`નું ટિઝર રિલીઝ થઈ ગયું છે. ટિઝરની શરૂઆતમાં જ એક જોરદાર સંવાદ `દામાદ હૈ વો..` સાંભળવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

ટિઝરની શરૂઆતમાં જે ધમાકેદાર સંવાદ સાંભળવા મળે છે, તે ગુજરાતી અભિનેત્રી ભક્તિ રાઠોડનો છે. ફિલ્મના ટિઝરને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

ગુજરાતી નાટકો, સિરીયલ તથા હિન્દી સિરીયલ અને બૉલિવૂડ ફિલ્મમાં અભિનયનો ઓજસ પાથરનાર ભક્તિ રાઠોડ હવે `ગદર 2`માં જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

મુંબઈમાં જન્મેલા ગુજરાતી અભિનેત્રી ભક્તિ રાઠોડે ગુજરાતી નાટકથી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ગુજરાતી સિરીયલ `પતિ થયો પતી ગયો`માં કામ કર્યુ.

ઈન્સ્ટાગ્રામ

ભક્તિ રાઠોડ ગુજરાતી ફિલ્મ `હાલ રૂપલીને પૈણવા`માં પણ હિતુ કનોડિયા સાથે જોવા મળ્યા હતાં. ત્યાર બાદ તેમણે હિન્દી સીરિયલ તરફ પગલા માંડ્યા.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બર્થ-ડે ગર્લ નેત્રી ત્રિવેદીની અદા…ઉફફફ!

નીલમ પંચાલ વર્કઆઉટમાં છે વ્યસ્ત

`ક્યુ કી સાસ ભી કભી બહુ` જેવી અનેક હિન્દી સિરીયલોમાં તો કામ કર્યુ જ સાથે સાથે ઈન્ટરનેશનલ લેવલ પર પણ પ્રોજક્ટ કર્યો.

ઈન્સ્ટાગ્રામ

વર્ષ 2019માં રિલીઝ થયેલી ઈન્ટરનેશનલ ફિલ્મ `ધ લાસ્ટ કોન`માં ભક્તિ રાઠોડે શાનદાર અભિનય કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ગુલાબી નગરીમાં રંગબેરંગી કાર્તિક-કિયારા

Follow Us on :-