એપલ વિશે એવી વાતો જે તમને નહીં ખબર હોય
શાદાબ ખાન
2001માં એપલના સૌથી પહેલા સ્ટોર કેલિફોર્નિયા અને વર્જિનિયામાં ખુલ્યા. આ પહેલી એવી બ્રાન્ડ હતી જેણે પોતાના ઉત્પાદનોના વેચાણ માટે બીજા રિટેઇલર્સ પર આધાર ન રાખ્યો.
શાદાબ ખાન
એપલ સ્ટોર વિશ્વના સૌથી વધુ નફો કમાતા સ્ટોર્સ છે, તે પર ચોરસ મિટર 6050 યુ.એસ. ડૉલર્સનો નફો રળે છે. એપલ યૂઝર્સ માટે સ્ટોરમાં અનેક વર્કશોપ્સનું આયોજન થાય છેે.
શાદાબ ખાન
ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુ પર આવેલો એપલનો સ્ટોર એક માત્ર સ્ટોર છે જે ક્યારેય બંધ નથી હોતો.
આઈ સ્ટૉક
એપલના સ્ટોરમાં બિલિંગ માટે લાઇન નથી હોતી, તમે જ્યાં હશો ત્યાં – એ જ કાઉન્ટર પરતમારું બિલિંગ કરાય છે.
આઈ સ્ટૉક
એપલના સ્ટોરમાં નોકરી મેળવવી હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા કરતાં પણ અઘરું છે. 2009માં ન્યૂ યોર્ક સ્ટોર માટે 10000 અરજી આવી, નોકરી 200 જણાને મળી હતી.
એપલના સ્ટોરમાં કામ કરનારા સ્પેશ્યાલિસ્ટ્સ અને જિનિયસિઝ તરીકે ઓળખાય છે. સ્પેશ્યાલિસ્ટ કસ્ટમર્સ સર્વિસ અને સેલ્સ જુએ તો જિનિયસિઝ ટ્રબલશૂટિંગ કરે.
Istock
સ્ટીવ જોબ્ઝ જ્યારે પહેલો રિટેલ સ્ટોર યુ.એસ.એ.માં શરૂ કર્યો ત્યારે તેમની ટિકા થઇ હતી કે તેમણે ઉત્પાદન પર જ ધ્યાન આપવાનું હતું, રિટેલમાં પડવાની જરૂર નહોતી.
, એપલના આખી દુનિયામાં 500થી વધુ સ્ટોર્સ છે, તેમાંથી પેરિસના લુવ્ર પાસે આવેલો કે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ન્યૂ યૉર્ક પાસે આવેલો સ્ટોર કોઇ સીમાચિહ્ન સમા છે.
ઊંઘતા પહેલાં આ પાંચ પદાર્થો ખાવાનું ટાળો