રિયલ હીરોઝ પર આધારિત ફિલ્મો
ફિલ્મનું પોસ્ટર
સૅમ બહાદુર
વિકી કૌશલ અભિનીત બાયોગ્રાફિકલ વૉર ડ્રામા ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. તે ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના જીવન પર આધારિત છે.
મંગલ પાંડે
આમિર ખાન સ્ટારર ઐતિહાસિક ફિલ્મ બહાદુર સૈનિક મંગલ પાંડેની જીવનકથા અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા પર આધારિત છે.
રાઝી
ભારતીય રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એજન્ટની કહાની પર લખવામાં આવેલી નોવેલ કૉલિંગ સેહમત પરથી ફિલ્મ બની છે. જેમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ
લડાઇ ઝોનમાં ઉડાન ભરનારી પ્રથમ મહિલાઓમાંના એક એર-ફોર્સ પાયલોટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે આ ફિલ્મ.
મેજર
આ ફિલ્મ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત હતી. જેઓ ૨૦૦૮ના મુંબઈ હુમલામાં એક્શનમાં માર્યા ગયા હતા. મુખ્ય ભૂમિકામાં અદિવી શેષ છે.
શેરશાહ
સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનિત આ ફિલ્મ વિક્રમ બત્રાની વાર્તા છે. જેઓ કારગિલ યુદ્ધમાં એક્શનમાં માર્યા ગયા હતા.
સરદાર ઉધમ
ફિલ્મની વાર્તા ભારતીય ક્રાંતિકારી ઉધમ સિંહની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મોમાં LGBTQ સમુદાયનો છે પડઘો