આ સેલેબ્ઝની અટક નથી ખબર ફેન્સને
ઇન્સ્ટાગ્રામ
તબુ – તબુનું પૂરું નામ તબસ્સુમ હાશ્મી છે પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે.
ઇન્સ્ટાગ્રામ
જિતેન્દ્ર – જિતેન્દ્રની અટક કપૂર છે અને પૂરું નામ રવિ કપૂર છે. જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસને કારણે તેમણે નામ બદલ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
ગોવિંદા - ગોવિંદાનું પૂરું નામ ગોવિંદા અરુણ આહુજા છે. નામ લેવામાં સરળ પડે એટલે અભિનેતાએ નામમાંથી અટક કાઢી નાખી હતી.
ઇન્સ્ટાગ્રામ
કાજોલ - કાજોલનું પૂરું નામ કાજોલ મુખર્જી છે. લગ્ન પછી કાજોલ દેવગન થયા. પરંતુ અભિનેત્રીએ ક્યારેય નામ પાછળ અટક લગાડી નથી.
ઇન્સ્ટાગ્રામ
ધર્મેન્દ્ર – ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે. અહેવાલો મુજબ, બોલિવૂડમાં પ્રવેશ્યા બાદ ધર્મેન્દ્રએ પોતાની અટક વાપરવાનું બંધ કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
રેખા – રેખાનું પૂરું નામ ભાનુરેખા ગણેશન છે. રિપોર્ટ્સ અનુસાર, લોકોને તેમનું નામ યાદ રાખવામાં તકલીફ ન પડે તે માટે રેખાએ પોતાનું નામ ટૂંકું કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
શાન – શાનનું પૂરું નામ શાંતનુ મુખર્જી છે. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેણે માત્ર તેની અટક છોડી દીધી નહીં પરંતુ તેનું પ્રથમ નામ પણ ટૂંકું કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
શ્રીદેવી – શ્રીદેવીની અટક આજ સુધી કોઈને ખબર નથી. ઇન્ટરનેટ પર પણ તેમના માતા-પિતાની અટક છતી કરવામાં નથી આવી.
ઇન્સ્ટાગ્રામ
રજનીકાંત – રજનીકાંતનું મૂળ નામ શિવાજી રાવ ગાયકવાડ હતું. તેઓ સૌથી પહેલા અભિનેતા હતા જેમણે અટક વગર કામ કરવાની શરુઆત કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
રણવીર સિંહ - રણવીર સિંહનું પૂરું નામ રણવીર સિંહ ભવનાની છે. તેમની અટકથી બહુ ઓછા લોકો પરિચિત છે. નાના નામ માટે તેમણે અટક કાઢી નાખી હતી.
ઇન્સ્ટાગ્રામ
હેલન – હેલનનું પૂરું નામ હેલેન જૈરાગ રિચાર્ડસન છે. તેમણે બોલિવૂડમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારથી અટક વાપરવાનું છોડી દીધું હતું.
ઇન્સ્ટાગ્રામ
અક્ષય તૃતિયાના શુભ યોગ પર જરૂર કરો આ કામ