બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના, ૬ મોતની આશંકા
એએફપી
અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે માલવાહક જહાજ અથડાયું હતું. અકસ્માત બાદ ગુમ થયેલા છ લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એએફપી
જહાજ પુલના એક આધાર સાથે અથડાયું, જેના કારણે માળખું રમકડાની જેમ તૂટી પડ્યું હતું. બાદમાં આગ લાગી હતી.
એએફપી
આ દુર્ઘટના મધ્યરાત્રિએ બની હતી. ૨.૬ કિમી લાંબા આ બ્રિજ પર ૧૨ મિલિયન વાહનો વર્ષે દોડે છે.
એએફપી
આ દુર્ઘટનામાં બહુ બધા વાહનો પણ પાણીમાં ડુબી ગયાં છે. જોકે સત્તાવાળાઓ માને છે કે, આ વાહનોમાં કોઈ હતું નહીં.
એએફપી
રાજ્યના પરિવહન સચિવ પૌલ વિડેફેલ્ડે જણાવ્યું હતું કે, જે છ લોકો હજુ પણ મિસિંગ છે તેઓ પુલ પર ખાડાઓ ભરવાના બાંધકામ ક્રૂનો ભાગ હતા.
એએફપી
બચાવકર્મીઓએ બે લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને કલાકો પછી રજા આપવામાં આવી હતી.
એએફપી
બડી બેગમ છોટી બેગમ