મુંબઈની માટીમાં જ ઉછરેલા, ખીલેલા અને આપણી હયાતીને પોતાનાં સ્વરાંકનો થકી મહેક મહેક કરી જનારા સ્વરકારો દિલીપ ધોળકિયા, દક્ષેશ ધ્રુવ, અને અજિત શેઠનું માત્ર મુંબઈ જ ઋણી નથી, વિશ્વનો દરેક સંગીતપ્રેમી ગુજરાતી તેમનો ઋણી છે. પણ આપણે એ ઋણસ્વીકાર કરવાનું કદાચ ચૂકી ગયાં છીએ. એટલે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો આ નમ્ર પ્રયાસ છે એમને યાદ કરવાનો. એમનાં સ્વરાંકન પામેલાં ગીતોની રજૂઆતથી એમનો ઋણ સ્વીકાર કરવાનો. મુંબઈના ગુજરાતી સુગમ સંગીતપ્રેમીઓએ ચૂકવો ન જોઈએ એવો કાર્યક્રમ.