પુણેમાં 2જી સપ્ટેમ્બરના રોજ એશિયન આફ્રિકન બિઝનેસ સમિટનો ઉદ્ઘાટન સમારોહ ધામધૂમથી ઉજવાયો હતો. આ આખું જ આયોજન 'સસ્ટેનેબલ લીડરશીપ અને બિલ્ડીંગ ઈન્ટરનેશનલ ટ્રેડ'ની થીમ પર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ડોમેન્સ અને વ્યવસાય ક્ષેત્રોના સ્વપ્નદ્રષ્ટા નેતાઓ, ઉદ્યોગસાહસિકો અને સંશોધકો ભેગા થયા હતા. આ કાર્યક્રમ પુણેમાં આવેલા પ્રતિષ્ઠિત હોટેલ અરોરા ટાવર્સમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમિટમાં ભાગ લેનાર સૌ વ્યવસાયિક પ્રતિનિધિઓએ અર્થપૂર્ણ ચર્ચાઓ કરી. તે ઉપરાંત ઊભરતાં બજારો અને ઉદ્યોગો વિશે મૂલ્યવાન સૂઝ મેળવવા માટેની ચર્ચાઓ પણ કરવામાં આવી. AACCIના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. જી.ડી. સિંઘે એકતા રાખીને વિકાસના ઉદ્દેશ્યો હાંસલ કરવા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે ચેમ્બરો અને એસોસિએશનો વચ્ચે પરસ્પર સહકાર ખૂબ જ જરૂરી છે. ચેમ્બરના સેક્રેટરી જનરલ ડૉ. નીતુ સિંઘે એશિયા અને આફ્રિકા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનું હબ હોવા પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું કે ચેમ્બરનો ઉદ્દેશ્ય આ બે ખંડોના ક્રોસરોડ્સ પર આવેલી અમર્યાદ વેપારની તકો પર પ્રકાશ પાડવાનો છે. ચેપ્ટરના પ્રમુખ શ્રી બ્રજેશ કુમારે પોતાના સ્વાગત પ્રવચનો દ્વારા તમામ મહેમાનો અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે મહારાષ્ટ્ર ચેપ્ટર AACCI બે ખંડોને બિઝનેસ નેટવર્ક દ્વારા જોડવા માગે છે. આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના કાઉન્સેલ જમશેદ મિસ્ત્રી, ટ્રાઇડેન્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને ડેક્કન ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ ચેરમેન એચ. પી શ્રીવાસ્તવ, નબોમિતા મઝુમદાર, મુંબઈ ડબ્બાવાલા એસોસિએશનના પ્રમુખ રઘુનાથ મેડગે, મનોજ કુમાર સિંઘ, ગણેશ ચૌધરી, ઉષા બાજપાઈ વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી. મહાનુભાવોએ આજના ઝડપથી બદલાતા વાતાવરણમાં બિઝનેસમાં ટકી રહેવા પર ભાર મૂક્યો હતો. આ સમિટમાં જે ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સને આપવામાં આવતા બિઝનેસ એવોર્ડ્સ પણ પ્રદર્શિત થયા હતા. આ ઈવેન્ટ માત્ર બિઝનેસ પ્રોફેશનલ્સનો મેળાવડો નહોતો બલ્કે અહીં એક એવું પ્લેટફોર્મ રજૂ થયું હતું જ્યાં એશિયા અને આફ્રિકા વચ્ચેના વેપારની વિશાળ સંભાવનાને અનલૉક કરવા માટે ઉદ્યોગસાહસિકો ભેગા થયા હતા.