વર્ષ ૨૦૨૩માં ઇસરોએ ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું છે. આ ભારત માટે ગૌરવંતી ક્ષણ છે. તેથી આ વર્ષે અમે આ વખતે ચંદ્રયાન-૩ ની થીમ પર ડેકોરેશન કર્યું હતું. એક ખાસ વાતનું ધ્યાન અમે એ રાખ્યું છે કે, અમે ચંદ્રને વધુ પ્રકાશિત બતાવ્યો નથી, કારણ કે ચંદ્રયાન-૩નું લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું હતું, જ્યાં અંધારું હોય છે.