અંધેરીના કિશોર ભુપ્તાનીના ઘરે ગણપતિબાપ્પા છેલ્લાં ૬૭ વર્ષથી પધારે છે. આ ૬૮મું વર્ષ છે. કુટુંબના સહુ સભ્યોએ સાથે મળીને તમામ ડેકોરેશન કર્યું છે. મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે અને હેન્ડમેડ પણ છે. શાલુ માટીના ગણપતિજી છે જે ખાસ પેણથી લાવવામાં આવ્યા છે. ભારતના ચંદ્રયાનની સફળતાની ઉજવણીને ધ્યાનમાં રાખીને થીમ રાખવામાં આવી છે. કિશોર ભાઈની દીકરી પરીજાતે જાતે ચંદ્ર હાથેથી બનાવ્યો છે.