હું વૈષ્ણવી ગોહિલ, 'મારા મિત્રોના જણાવ્યાનુસાર મેં 13-1-2023ના રોજ પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવમાં પહોંચી હતી. ત્યાં મારી સાથે મારા મિત્રો (વિશાલ, દિવ્યા, નિકિતા અને તેની મમ્મી ચંદ્રિકાબહેન) સાથે હતાં. અહીં પહોંચ્યા બાદના અનુભવ વિશે તો શું કહું! સ્વાગત માટે સુંદર મજાના દ્વાર, આ નગરના એક જૂદાં જ પ્રકારના વાઇબ્સ, દરેક વસ્તુની નવીનતા, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની અનોખી કારીગરી, આ બધું જોઈને અમે બધાં ખૂબ જ ખુશ થયાં. પ્રસાદની ખીચડીનો જે સ્વાદ હતો તેવો જીવનમાં ક્યારેય માણ્યો નથી. અહીંની સ્વચ્છતા એટલે જેની ન તમે પૂછો વાત! કચરામાં ફેંકાયેલી પ્લાસ્ટિકની બૉટલ્સ દ્વારા જ કચરાપેટીની બનાવટ અને સાથે અહીં દરરોજના જુદાં જુદાં શૉ (ડ્રામા) જે એક લાઇફ મેસેજ આપતા હતા. આ અદ્ભૂત અનુભવ બદ્દલ સ્વામીનારાયણ સંપ્રદાયનો આભાર. સાથે સૌને જય સ્વામીનારાયણ.'