મેઘધનુષ
ભક્તિરૂપી જળ પ્રકાશનું સંયોજન એટલે મેઘધનુષ.
સત્યમ, શીયમ,સુંદરમની અનુભૂતિ એટલે મેઘધનુષ,
ગગનરુપી કેનવાસ પર સપ્તરંગી સર્જન એટલે મેઘધનુષ.
ઈશ્વરની વાંગમય ઉપાસનાનું રૂપ એટલે મેઘધનુષ.
આભામંડલમાં રચાતી ક્ષણિક અને અદ્વિતીય ઘટના એટલે મેઘધનુષ.
લીલુડી ધરતીએ ઓઢેલી સપ્તરંગી ચુંદડી એટલે મેઘધનુષ.
ધરતી અને મેહુલાનાં મિલનનાં વધામણાં એટલે મેઘધનુષ. જીજ્ઞા કપુરિયા 'નિયતી'