હવે આ ગુજરાતી રાખશે ટીમ ઈન્ડિયાને ફિટ...
હવે આ ગુજરાતી રાખશે ટીમ ઈન્ડિયાને ફિટ
વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાને સેમી ફાઈનલમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના બે સપોર્ટ સ્ટાફે રાજીનામું આપી દીધું હતું. તેમાં એક હતા ટીમના ફીઝિયો પેટ્રિક ફરહાર્ટ અને બીજા હતા ફિટનેસ ટ્રેનર શંકર બાસુ આ બંને ભારતીય ક્રિકેટ ટીમની સાથે વર્લ્ડ કપ 2019 સુધી જ રહેવાના હતા અને તેમણે પોતાનું રાજીનામું બોર્ડને આપી દીધું. જો કે બંનેને બોર્ડે ટીમ સાથે જોડાયેલા રહેવાની વાત કરી હતી જે તેમણે નહોતી માની. બાસુ અને ફરહાર્ટે ટીમ ઈન્ડિયાની ફિટનેસ પર ખૂબ જ કામ કર્યું હતું. જેનાથી ટીમનું પ્રદર્શન અલગ જ સ્તર પર પહોંચ્યું હતું. આ બંનેએ વિરાટ, રોહિત, બુમરાહ અને ભુવનેશ્વર જેવા ખેલાડીઓમાં ખૂબ જ મહેનત કરી હતી.
હવે ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈંડિઝના પ્રવાસ પર જવાનું છે અને શંકર બાસુએ પદ જોડ્યા બાદ આ જગ્યા ખાલી થઈ ગઈ હતી, એવામાં કેરેબિયાના પ્રવાસ માટે બોર્ડે નવા ફિટનેસ ટ્રેનરને નિયુક્ત કરી દીધા છે. બીસીસીઆઈએ શંકર બાસૂના જુનિયર રહેલા સોહમ દેસાઈને વેસ્ટઈંડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમના ફિટનેસ ટ્રેનર બનાવવામાં આવ્યા છે. સોહમ દેસાઈ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમી સાથે જોડાયેલા છે અને તેઓ ભારતીય ટીમની સાથે તેઓ ત્રણ ઑગસ્ટે ફ્લોરિડામાં જોડાશે. હાલ સોહમ વેસ્ટેઈંડિઝમાં જ છે અને તેઓ ઈંડિયા એ ટીમના ફિટનેસ ટ્રેનર છે અને હવે તેઓ સીનિયર ટીમને ટ્રેનિંગ આપતા નજર આવશે.
ગુજરાતના સોહમ દેસાઈની ખુદની ફિટનેસ પણ કમાલની છે. તેઓ જિમમાં ખેલાડીઓ પર જ નહીં પોતાની ફિટનેસ પર પણ ખૂબ જ મહેનત કરે છે. તેમણે ગુજરાતની રણજી ટીમની ફિટનેર પર ઘણું કામ કર્યું છે. સોહમ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન છે. જો કે આ પ્રવાસમાં તેમને ધોનીને ફિટ રાખવાનો મોકો નહીં મળે.