IND VS NZ:પાંચમી વન ડે જીતવાની સાથે 4-1થી સિરીઝ જીત્યું ભારત
યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાએ ચોથી વન ડેમાં શરમજનક હાર જોયા બાદ પાંચમી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની સિરીઝ પર 4-1થી કબજો કરી લીધો છે.
253 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા કવિઝની શરૂઆત સારી નહોતી રહી. ન્યૂઝીલેન્ડે 38 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી. જોકે ટોમ લાથમ અને જેમ્સ નિશામે ન્યૂઝીલેન્ડની ટીમને ઉગારવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચહલના સ્પિન સામે લાથમ ટકી ન શક્યો તો જેમ્સ નિશામને ધોનીએ રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલી દીધો. ન્યૂઝીલેન્ડ તરફથી જેમ્સ નિશામે સૌથી વધુ 44 રન બનાવ્યા.
ADVERTISEMENT
તો ભારત તરફથી ચહલે 3, શમીએ 2, હાર્દિક પંડ્યાએ 2, ભુવી અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી.
પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ રન બનાવ્યા છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. જાણે ચોથી વન ડેની હાઈલાઈટ ચાલતી હોય તેમ ટોપ ઓર્ડરે ઘૂંટણીયા ટેકવી દીધા. ભારતે પહેલી વિકેટ 8 રને, બીજી વિકેટ 12 રને, ત્રીજી વિકેટ 17 રને, ચોથી વિકેટ 18 રને ગુમાવી હતી.
આજની વન ડેમાં ટીમમાં ઈજા બાદ પાછા ફરેલા ધોની પાસેથી ઘણી આશાઓ હતી. જો કે ધોની માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા. જો કે અંબાતી રાયડુ અને વિજય શંકરે ભારતીય ઈનિંગને સંભાળી. જો કે રાયડુ સદી ચૂક્યો અને 90 રને આઉટ થઈ ગયો. તો વિજય શંકરે 45 રન બનાવીને રાયડુને સાથ આપ્યો હતો. છેલ્લે હાર્દિક પંડ્યાએ પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતા ટીમના સ્કોરને 252 પહોંચાડ્યો. હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં 5 સિક્સર્સ અને 2 ફોર સામેલ હતી.