વિરાટની જેમ કિવી કૅપ્ટને ક્રિકેટને બદલે ફૅમિલીને આપ્યું પ્રાધાન્ય
કેન વિલિયમસન પત્ની સાથે
વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી ટેસ્ટમાં કરીઅર બેસ્ટ ૨૫૨ રન ફટકારનાર ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન કેન વિલિયમસન આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાં નહીં રમે. વિલિયમસને પ્રથમ સંતાનના જન્મ વખતે પત્ની સારાહ સાથે રહેવાનો નિર્ણય લીધો છે. વિલિયમસન પહેલાં ગુરુવારે વહેલી સવારે ઘરે જઈને પાછો સાંજ સુધીમાં ટીમ સાથે જોડાઈ જવાનો હતો, પણ તેણે નિર્ણય બદલીને પત્ની સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. વિલિયમસનની ગેરહાજરીમાં ટૉમ લેધમ ટીમની કમાન સંભાળશે.
ભારતીય ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી પણ પ્રથમ સંતાન વખતે પત્ની અનુષ્કા શર્મા સાથે રહેવા માટે ઑસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ બાદ ભારત પાછો આવી જવાનો છે.