વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમે પૅરિસ ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ ટીમ ચીનને ૩-૦થી હરાવી હતી. સતત ચોથી જીત સાથે ભારતીય વિમેન્સ હૉકી ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે બિહારમાં વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમે પૅરિસ ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ ટીમ ચીનને ૩-૦થી હરાવી હતી. સતત ચોથી જીત સાથે ભારતીય વિમેન્સ હૉકી ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. ભારતની દીપિકા સેહરાવત હાલમાં ૭ ગોલ સાથે આ સીઝનની ટૉપ ગોલ-સ્કોરર છે. આજે ભારત અને જપાન વચ્ચે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ રમાશે.
પૉઇન્ટ્સ-ટેબલમાં કુલ છ ટીમમાંથી ભારતીય ટીમ (૧૨ પૉઇન્ટ) પહેલા ક્રમે, ચીન (નવ પૉઇન્ટ) બીજા ક્રમે, જપાન (પાંચ પૉઇન્ટ) ત્રીજા ક્રમે અને સાઉથ કોરિયા (ચાર પૉઇન્ટ) ચોથા ક્રમે છે. ટૉપ-ફોર ટીમ વચ્ચે ૧૯ નવેમ્બરે બે સેમી ફાઇનલ રમાશે, જ્યારે ચૅમ્પિયન ટીમનો નિર્ણય ૨૦ નવેમ્બરે થશે.