વિશ્વનાથન આનંદે શૅર કર્યો ગુકેશ સાથેનો તેનો બાળપણનો ફોટો
વિશ્વનાથન આનંદે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનેલા ગુકેશ સાથેનો પોતાનો એક જૂનો ફોટો શૅર કર્યો
પાંચ વાર વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનેલા વિશ્વનાથન આનંદે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનેલા ગુકેશ સાથેનો પોતાનો એક જૂનો ફોટો શૅર કરીને એની સાથે લખ્યું છે: નાનો છોકરો જે એક દિવસ રાજા બનશે.
ઓ ફોટોમાં આનંદ નાનકડા ગુકેશને ચેસના પ્યાદાના આકારની એક મોટી ટ્રોફી આપતો દેખાય છે.
ADVERTISEMENT
આનંદે ગુકેશના વિજયને ભારત માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવતાં કહ્યું હતું કે મારા માટે આ ગર્વની અત્યંત વ્યક્તિગત બાબત છે. ઉલ્લેખનીય છે કે આનંદ ગુકેશનો મેન્ટર છે.