બેલારસની કાલાદઝિન્સ્કે પર ભારે પડી રહેલી વિનેશ ફોગાટ
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે ગઈ કાલે આઉટસ્ટૅન્ડિંગ યુક્રેનિયન રેસલર્સ ઍન્ડ કોચિસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બેલારસની રેસલર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વી. કાલાદઝિન્સ્કેને ૫૩ કિલોગ્રામની કૅટેગરીમાં ૧૦-૮થી મહાત આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કોરોનાને લીધે લદાયેલા લૉકડાઉનને લીધે વિનેશ ગેમથી લગભગ એક વર્ષ દૂર રહી હતી. નવેમ્બર ૨૦૨૦થી યુરોપમાં ટ્રેઇનિંગ લઈ રહેલી વિનેશ પહેલાં જ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. આ ટુર્નામેન્ટ જીત્યા બાદ હવે તે ૪થી ૭ માર્ચ સુધી રોમમાં થનારા આ સત્રની પહેલી રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. વિનેશ ૨૦૧૪માં કૉમનવેલ્થ અને ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી.