બ્રાઝિલ અને લેટિન અમેરિકાના શહેર સૅન્ટોસમાં આવેલા સૌથી મોટા પોર્ટને પેલેનું નામ આપવામાં આવશે.
પોર્ટને અપાશે પેલેનું નામ
બ્રાઝિલ અને લેટિન અમેરિકાના શહેર સૅન્ટોસમાં આવેલા સૌથી મોટા પોર્ટને પેલેનું નામ આપવામાં આવશે. ગુરુવારે રાતે ધ કિંગ તરીકે જાણીતા ફુટબૉલ ખેલાડીનું ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. કૅન્સરને કારણે મલ્ટિપલ ઑર્ગન ફેલ થતાં તેમનું મોત નીપજ્યું હતું. પેલેના માનમાં બ્રાઝિલના પ્રેસિડન્ટે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું હતું. ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં તેમને ટ્યુમર થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. પેલેએ ત્રણ વખત બ્રાઝિલની ટીમને વર્લ્ડ કપ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.