મનુ ભાકર હાલમાં ત્રણ મહિનાનો બ્રેક લઈને ભારતભ્રમણ કરીને લોકોનો પ્રેમ અને આર્શીવાદ મેળવી રહી છે
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર હાલમાં ત્રણ મહિનાનો બ્રેક લઈને ભારતભ્રમણ કરીને લોકોનો પ્રેમ અને આર્શીવાદ મેળવી રહી છે. હાલમાં જ તેણે અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં પોતાની સફળતા માટે ભગવાનનો આભાર માન્યો હતો, જ્યારે અટ્ટારી બૉર્ડર પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) દ્વારા એક સેરેમનીમાં તેને સન્માનિત કરવામાં આવી હતી. તેણે યુવાનોને તેમના ટાર્ગેટ સેટ કરવા માટે પ્રેરિત કર્યા હતા.