સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના માર્ગ છૂટા થઈ ગયા છે. બન્નેના ડિવૉર્સ થઈ ગયા છે. શોએબે હવે અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. સાનિયાએ શોએબ પાસેથી `ખુલા` લીધા છે, જેની માહિતી તેના પિતાએ આપી.
સાનિયા મિર્ઝા (ફાઈલ તસવીર)
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના માર્ગ છૂટા થઈ ગયા છે. બન્નેના ડિવૉર્સ થઈ ગયા છે. શોએબે હવે અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. સાનિયાએ શોએબ પાસેથી `ખુલા` લીધા છે, જેની માહિતી તેના પિતાએ આપી.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન શોએબ માલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે ડિવૉર્સ બાદ પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કરી લીધા. શોએબ અને સાનિયાનો પાંચ વર્ષનો એક દીકરો પણ છે જે સાનિયા સાથે રહે છે. શોએબે સોશિયલ મીડિયા પર પોતાની નવી પત્ની સાથેની તસવીરો પણ શૅર કરી દીધી છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ પીટીઆઈને જણાવ્યું, "આ `ખુલા` હતું જેમાં મુસ્લિમ મહિલા પોતાના પતિ પાસેથી એકતરફી ડિવૉર્સ લઈ શકે છે."
ADVERTISEMENT
શોએબ મલિક અને સાનિયાના સંબંધોમાં તિરાડના સમાચાર 2022થી આવી રહ્યા હતા, અને છેલ્લા બે વર્ષમાં બન્નેને સાથે જોવામાં આવ્યા નથી. કેટલાક સમય પહેલા શોએબે ઈન્સ્ટાગ્રામ પર સાનિયાને અનફૉલો કરી દીધું હતું. સાનિયા અને શોએબે હૈદરાબાદમાં એપ્રિલ 2010માં નિકાહ કર્યા હતા અને બન્ને દુબઈમાં રહેતા હતા. સના જાવેદે પાકિસ્તાનના અનેક ડ્રામા સીરિયલોમાં અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 2020માં ગાયક ઉમેર દૈસવાલ સાથે લગ્ન કર્યા હતા પણ બે મહિના પછી જ તેમના ડિવૉર્સ થઈ ગયા.
સાનિયાએ ગયા વર્ષે પેશાવર ટેનિસને અલવિદા કહ્યું. પોતાના 20 વર્ષના કરિઅરમાં તેણે 43 ડબ્લ્યૂટીએ યુગલ ખિતાબ અને એક સિંગલ્સ ટાઇટલ જીત્યું. તેણીને ભારતીય મહિલા ટેનિસની પ્રણેતા કહેવામાં આવે છે. નોંધનીય છે કે સાનિયાએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે લગ્ન અને છૂટાછેડા બંને મુશ્કેલ છે, દરેક વ્યક્તિએ સમજદારીથી પસંદગી કરવી જોઈએ. તેણે પોસ્ટમાં લખ્યું છે કે જીવન સરળ નહીં હોય, હંમેશા મુશ્કેલ રહેશે. પરંતુ આપણે આપણી મુશ્કેલી પસંદ કરી શકીએ છીએ. સમજી ને પસંદ કરો.
View this post on Instagram
નોંધનીય છે કે સાનિયા મિર્ઝાએ આ પહેલા પણ પોસ્ટ કરીને, ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ બુધવારે (17 જાન્યુઆરી) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેના કારણે તેના પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી અલગ થવાના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો છે, જોકે બંને આ મુદ્દે જાહેરમાં કોઈ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે તેમના અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. બુધવારે સાનિયા મિર્ઝાની સ્ટોરીના કારણે તેમના સંબંધોમાં તિરાડના સમાચાર ફરી એકવાર હેડલાઇન્સમાં છે.