Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપડા વિશેનો સવાલ સાંભળીને મનુ ભાકર અને તેની મમ્મી પ્રેસ કૉન્ફરન્સ છોડીને જતાં રહ્યાં

નીરજ ચોપડા વિશેનો સવાલ સાંભળીને મનુ ભાકર અને તેની મમ્મી પ્રેસ કૉન્ફરન્સ છોડીને જતાં રહ્યાં

Published : 23 August, 2024 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅરિસમાં મનુની મમ્મી નીરજ ચોપડા સાથે વાત કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો એને પગલે મનુ અને નીરજ વિશે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પૅરિસ ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરનાં વખાણ થઈ રહ્યાં છે. જોકે તેણે કેટલાક મુશ્કેલ પ્રશ્નોનો પણ સામનો કર્યો છે. પૅરિસમાં મનુની મમ્મી નીરજ ચોપડા સાથે વાત કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો એને પગલે મનુ અને નીરજ વિશે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે બન્નેના પરિવારજનો દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. મંગળવારે મનુ ભાકરે ચેન્નઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. અહીં પત્રકારોના કેટલાક પ્રશ્નોથી મનુ અને તેની મમ્મી સુમેધા ભાકર નારાજ થયાં હતાં.


એક પત્રકારે પૂછ્યું કે વિનેશ ફોગાટનો નિવૃત્તિનો નિર્ણય રાજકીય રીતે પ્રેરિત હતો, તમારો શું અભિપ્રાય છે? મનુ ભાકર જવાબ આપે એ પહેલાં કોઈએ તેની મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે નીરજ સાથે તમારી શું વાતચીત થઈ હતી? આવા સવાલો સાંભળ્યા બાદ મનુએ કોઈ જવાબ જ આપ્યો નહોતો અને તેની મમ્મી સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2024 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK