સ્પેનના મેડ્રિડની આ ફુટબૉલ ક્લબ ૧૨૨ વર્ષ પહેલાં એટલે કે ૧૯૦૨ની છઠ્ઠી માર્ચે શરૂ થઈ હતી
લાઇફ મસાલા
કિલિયન એમ્બપ્પે
ફુટબૉલ ક્લબ રિયલ મેડ્રિડ દુનિયાની પહેલી એવી ફુટબૉલ ક્લબ બની છે જેની રેવન્યુ એક બિલ્યન યુરોને ક્રૉસ કરી ગઈ છે. સ્પેનના મેડ્રિડની આ ફુટબૉલ ક્લબ ૧૨૨ વર્ષ પહેલાં એટલે કે ૧૯૦૨ની છઠ્ઠી માર્ચે શરૂ થઈ હતી. રિયલ મેડ્રિડ ફુટબૉલ ક્લબનો હાલમાં સ્ટાર પ્લેયર કિલિયન એમ્બપ્પે છે. તેણે ૧૬ જુલાઈએ સત્તાવાર રીતે આ ક્લબના પ્લેયર તરીકે હાજરી આપી હતી. આ ક્લબ દ્વારા હાલમાં જ તેમના ૨૦૨૩-૨૪ ફાઇનૅન્શિયલ યરની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ ગયા વર્ષની રેવન્યુ એક બિલ્યન યુરો એટલે કે અંદાજે ૯૦.૭૫ અબજ રૂપિયા છે. આ રેવન્યુમાં ક્લબનો પ્રૉફિટ ૧.૪૫ અબજ રૂપિયા છે. આ પ્રૉફિટ તમામ ટૅક્સ ભર્યા બાદનો છે. આ રેવન્યુમાં પ્લેયર ટ્રાન્સફરના જે પૈસા હોય એને ગણવામાં નથી આવ્યા. ૨૦૨૨-૨૩ની રેવન્યુ કરતાં એ ૨૭ ટકા વધુ છે. રેવન્યુ વધી હોવાથી પ્રૉફિટમાં પણ વધારો થયો છે. આ સાથે જ રિયલ મેડ્રિડે તેમના ક્લબના કૅૅપ્ટન લુકા મોડ્રિકને ક્લબ સાથે જોડાયાનાં ૨૩ વર્ષ બાદ ફેરવેલ આપ્યું હતું. તેણે ક્લબ માટે ૩૬૪ મૅચ રમી હતી અને ૨૬ ટ્રોફી જીતી છે.